બાળકનાં રમકડાં :-
બાળકને રમવા ૨કમડાં આપવાં, પણ એકસાથે ઘણાં ન આપી દેવાં. ત્રણ-ચાર રમકડાં એની આજુબાજુ મૂકી રાખવાં. રમકડાંમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે તે અણીદાર, ધારવાળાં, કાચા રંગનાં, વનજદાર કે નાના ટુકડા થઈને મોંમાં જાય તેવાં ન હોવાં જોઈએ. આ ઉપરાંત, રમકડાં ધોઈ શકાય તેવાં હોવાં જોઈએ, જેથી બાળક મોંમાં નાખે તો મેલ પેટમાં ન જાય….
