Sankashti Chaturthi
સંકષ્ટિ ચતુર્થી (જેને સંકટહાર ચતુર્થી પણ કહે છે) ભગવાન ગણેશજીને સમર્પિત ઉપવાસનો દિવસ છે. આ દિવસ દર હિંદુ ચંદ્ર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ (અથવા વદ ચોથ) મનાવવામાં આવે છે. નામનો અર્થ સંકષ્ટિ એટલે “સંકટમાંથી મુકિત” અથવા મુશ્કેલીઓમાંથી ઉગાર. ચતુર્થી એટલે ચંદ્ર પખવાડીયાનો ચોથો દિવસ. આ દિવસે ભગવાન ગણેશજીની ઉપાસના કરવાથી અવરોધો દૂર થાય છે…