કોઈ ચોક્ક્સ વ્યાખ્યા નથી લાગણીઓની
તમે વિચારો અને એ સમજી જાય એ પ્રેમ .
કમળની પાંદડી પર પડેલુ વરસાદનુ ટીપુ
આપોઆપ મોતી દેખાવા લાગે એ પ્રેમ .
વેરાન રણમાં એમનુ માત્ર એક સ્મરણ
લીલુછમ જંગલ જેવો અનુભવ કરવે એ પ્રેમ .
એમની ઓચીંતી નજર ટકરાય ત્યાં તો
લાગણીઓના ઘોડાપુર આવે એ પ્રેમ .
એમની સ્પર્શમાત્રની કલ્પનાથી
પાનખરમા વસંત આવે એ જ તો પ્રેમ .
-દ્રુપ
👌