કેવી રીતે કહું કે આ જિંદગી તડપાવતી નથી ,
હા એ ખરું જાહેરમાં મને અજમાવતી નથી .
ક્યારેક એમાં સારા પ્રસંગો પણ ઘટી જાય છે ,
એ કાઈ મને રોજબરોજ મને હંફાવતી નથી .
પ્રેમ અને મિત્રતામાં થોડોક ગુચવાયો છું હું ,
ઉપરથી સાચો તફાવત મને સમજાવતી નથી .
એની હુંફને લીધે નશાની આદત છૂટી ગઈ ,
ને હવે એ આંખોના જામ પીવડાવતી નથી .
ખબર નહિ પ્રભાવિત થઈ છે ક્યાં કારણે ,
સામે જોઈએ દ્રુપ એ પલક ઝપકાવતી નથી .
-” દ્રુપ “
nice 👍
Thank you