પ્રિય મિત્ર,
“ગમવું” અને “ચાહવું” બન્ને શબ્દ હજારો વર્ષો થી માણસજાતને હંમેશા મુંઝવતા આવ્યા છે.
આ બન્ને શબ્દોને સમજવા આ દુનિયાએ પોતાની સમજશક્તિ ને પૂરેપૂરી ખર્ચી નાખી છે છતાંયે આજ સુધી પૂરેપૂરી રીતે તેનો અર્થ સમજી શકી નથી. ખરેખર સમજવા જઈએ તો કોઈ માણસ આપણને ગમતું હોય અથવા આપણે કોઈને ચાહતા હોઈએ તો એના કોઈ નક્કર કારણો આપણી પાસે હોતા નથી. એજ રીતે આપણને પણ કોઈ ચાહતું હોય કે કોઈ આપણને પસંદ કરતાં હોય એવું બને આમ છ્તા તેમની પાસે કારણો માગવામાં આવે તો તેઓ પણ મજબૂત કારણો નાજ આપી શકે.
વિચારવા બેસીએ તો “ચાહવું” એટલે કોઈ એક બે વ્યક્તિ પૂરતું મર્યાદિત હોય શકે પણ “ગમવું” શબ્દ ને શાયદ આવી કોઈ મર્યાદા નથી. વળી મે આગળ કીધું એમ, આજ સુધી કોઈ પૂરેપૂરી રીતે તેનો અર્થ સમજી શક્યું નથી.
ગમવાની લાગણી પણ ક્યારેક તીવ્રતાની એટલી હદો પાર કરી હતી હોય છે કે તે ચાહવાની લાગણી થી બે કદમ આગળ ચાલતી હોય છે.
ઘણી વાર એવું બને છે કે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે કોઈને ચાહીએ છીએ, એજ વ્યક્તીની કોઈ ભૂલ આપણાં ધ્યાનમાં આવે કે તેનું કોઈ વર્તન આપણને ના ગમે ત્યારે આપણે તેને નફરત કરવા લાગી જતાં હોઈએ છીએ.. તો આમાં ચાહવાની લાગણી ક્યાંથી આવી? અગર આપણે સામે વાળી વ્યક્તિ ના તમામ negative points સ્વીકારીને એને એટલુજ માન સમ્માન આપીએ અને એટલોજ પ્રેમ કરીએ તોજ “ચાહવું શબ્દ સાર્થક થયો ગણાય. બાકી પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો પ્રેમ નું સ્થાન જો નફરત લઈ લેતું હોય તો એને પ્રેમ કેવી રીતે કહી શકાય?
ઉપરની બાબતથી તદ્દન ઊલટું, “ગમવું” ગમે એ પરિસ્થિતિમાં ગમવું જ હોય છે. ચાહવામાં શાયદ કોઈ વાર અપેક્ષાઓ સંકળાયેલી હોઇ શકે છે, પણ ગમવામાં કોઈ અપેક્ષાઓ હોતી નથી તેથી ક્યારેય કોઈ દુઃખ પેદા થતું નથી. તેથી અને તેથીજ ગમવું એ ગમવું જ રહે છે. પણ આપણી સાંકડી સમજશક્તિ ના કારણે આપણે ચાહવું અને ગમવું વચ્ચે ભ્રમિત થઈ જવાને કારણે દુઃખી દુઃખી થઈ જતાં હોઈએ છીએ.
“ચાહવું” એ એટલી ઊંચી અને intellectual ભાવના છે જે સમજવું આપણા જેવા સામાન્ય માણસના ગજા બહારની વાત છે. અને એનું કારણ એ કે આપણે પોતાની જાત ને ચાહવામાં થી જ ઉપર નથી આવી શકતા. વળી આપણને પ્રેમ હોય છે પોતાની ભાવનાઓ પ્રત્યે, પોતાની લાગણીઓ અને ખાસ તો પોતાની અપેક્ષાઓ પ્રત્યે અને આપણે એને આપણી ઓછી સમજણશક્તિ ને કારણે પ્રેમ નું નામ આપી દેતા હોઈએ છીએ. આથી ઊલટું ગમાવાની વ્યાખ્યામાં અપેક્ષાઓ કે જરૂરિયાતો ની પૂર્તતા કરવાની ઝંખના ને કોઈ સ્થાન હોતુ નથી. જેથી ગમવાની ભાવના નો નાશ થતો નથી.
ટુંકમાં કહું તો “ચાહવું” અને “ગમવું” એ બંને એટલું parallel ચાલતું હોય છે કે આપણે ગમવું ને ચાહવું માનીને જીવ્યે રાખીએ છીએ.
દોસ્ત, મારી સમજશક્તિ મુજબ મે અહી લખવાનો પ્રયત્ન કર્યો છે, અગર અહી કોઈ ક્ષતિ હોય તો તે સુધારવા માટે કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરવા વિનંતી છે.
Maximum share કરજો 🙏