richest man of Babylon પુસ્તક અનુસાર
“ધન એ વ્યક્તિને મળે છે જે એની કિંમત સમજે છે, અને એની નિયમિત બચત કરીને એનું પ્રોફિટેબલ રોકાણ કરે છે. આ રીતે ભવિષ્યમાં સારી એવી સમ્પત્તિ ઉભી થાય છે.”
જે વ્યક્તિ પોતાના આવકની દસમાં ભાગની બચત કરે છે અને એનું રોકાણ કરે છે, એ ઝડપથી સારી સંપત્તિ ઉભી કરે છે. એનાથી ભવિષ્યમાં એની સારી એવી આવક ઉભી થશે અને એનું અકાળે અવસાન થવાથી એના પરિવારને નાણાકીય સુરક્ષા મળશે.
આ નિયમાનુસાર ધનની કિંમત સમજનાર પાસે જ ધન ટકી રહે છે. તમે જોશો કે જેમજેમ તમે સંપત્તિ નો સંગ્રહ કરતા જશો તેમતેમ એમએમ તમને એ વધારે પ્રમાણમાં મળતું જશે. જેમ જેમ બચાવતા જશો તેમ તેમ તેને તમે વધુ ને વધુ મેળવતા જશો, કમાણી કરતા જશો.
રોકાણમાંથી મળતા રીટર્ન નું ફરી રોકાણ કરવાથી વધારે આવકમ થશે. પહેલા નિયમનો આજ સાર છે.