પ્રિય વાંચક….કુશળ હોઈશ.
હમણાં હું આ પોસ્ટ લખી રહ્યો છુ 3 માર્ચ 2023 ના રાત્રીના અગિયાર વાગીને પંચાવન મિનિટ થઈ છે.
એક હાથમાં ચળકતો કપ અને એમાં મારો સાશ્વત પ્રેમ ” વિટામિન ટી” એટલે કે ચા , એક બાજુ ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે નું ” love me like u do” સોંગ , મસ્ત માહોલ અને મીઠી મધુરી યાદો નું એક શીતળ મોજું મારા માનસ પટલ પર ફરી વળ્યું છે.
મારે આજે તારી સાથે પ્રેમ વિષે વાત કરવી છે. ઈશ્ક, મોહબ્બત,લવ, પ્રાર્થના, બંદગી, પૂજા, અર્ચના, વફા વગેરે જેવા અનેકો નામ ધરાવતો પ્રેમ આજના સમયમાં ખુબજ કોમન થઈ ગયો છે actually કોમન બનાવી દેવામાં આવ્યો છે અને એ પણ જબરજસ્તી થી.
કોઈકને પ્રેમ ન હોવાનું દુખ છે તો કોઈને પ્રેમ છે એનું દુખ છે આમ છતાં પ્રેમ સહુ કોઈ ને ગમે છે. પ્રેમ નિહારવો અને કરવો બંને ગમે છે. અસલમા પ્રેમ છેજ એવી બલા નું નામ જેને સહુ કોઈ પામવા ઈચ્છે છે, sorry બલા કહેવું શાયદ યોગ્ય નથી અને કદાચ ખોટું પણ નથી.
પ્રેમ એક એવું સાધન છે જેના વડે માણસ જિંદગી તરી જાય છે, અર્થાત એને જિંદગી ખરેખર જિંદગી જેવી લાગે છે. આનંદમય તેમજ સુખમય.
આમ તો પ્રેમ ઘણી બધી વ્યાખ્યાઓ પામ્યો છે, છતા ક્યાય પૂર્ણતા નો અહેસાસ થતો નથી, કારણ કે પ્રેમ ની અનુભૂતિ જ એવી છે કે એને શબ્દો નો બાધ નડતો નથી એથીજ એ “અવ્યાખ્યાયિત” છે. બિલકુલ મારી જેમ 😉
મારા હિસાબે જે શબ્દબદ્ધ છે એ પ્રેમ સંપૂર્ણ નથી કારણ કે જેની અનુભૂતિ હોય તેની સંપૂર્ણ વ્યાખ્યા આપવી શક્ય નથી., પ્રેમ અવ્યક્ત છે અને જે વ્યક્ત થાય એ માત્ર આકર્ષણ. મોટે ભાગે આજકાલ સૌ આકર્ષણ ને જ પ્રેમ માની બેસે છે., લાંબા સમયે તેઓને ખ્યાલ આવે છે કે તેઓ આકર્ષણ ને પ્રેમ માની બેઠા હતા. હકીકતમાં મે અગાઉની પોસ્ટમાં વાત કરી હતી એ મુજબ પ્રેમ અને આકર્ષણ એક પાતળી ભેદરેખા વડે વિભાજિત થાય છે. જેને સમજવી થોડી મુશ્કેલ છે., આકર્ષણ પહેલી નજરે થઈ જાય છે, અને સમય જતાં એનું મહત્વ ઘટતું જાય છે. અને એક સમય એવો આવે છે કે આકર્ષિત થયા હોઈએ એવી વ્યક્તિ કે વસ્તુ નું મૂલ્ય આપણાં માટે શૂન્ય રહી જાય છે.
પ્રેમ હમેશા આપવા માગે છે જ્યારે આકર્ષણ કઈક ને કઈક મેળવવા માગે છે. પ્રેમ ઉત્તરોત્તર વધ્યેજ જતો હોય છે. સાચો પ્રેમ બોલતો નથી- મૌન રહે છે. નિશબ્દ રહી વ્યક્ત થયા કરે છે. આમ પ્રેમ ની કોઈ ભાષા નથી છતાં દુનિયાની બધી શક્તિઓની સીમાથી પરે છે.
જેના અંતરમાં આ ભાવના છે એને બધુ પ્રેમમય લાગે છે, પ્રેમ માણસનો નજરિયો બદલી નાખે છે, જગતને જોવાની નવી દ્રષ્ટી કેળવી આપે છે. બીજાને દુખે દુખી અને બીજાના સુખે સુખી થવાની સહિષ્ણુ ભાવના પ્રેમ થકી જ કેળવાય છે. પ્રેમ માં નાત જાત, ગરીબ તવંગર, રૂપ રંગ, ઊંચ નીચ, જેવા સેલફિશ દુનિયાએ બનાવેલા માપદંડો ભુલાઈ જાય છે.
પ્રેમ એક વણ બોલાયેલ સત્ય છે, પ્રેમ નિષ્ઠા છે, પ્રેમ વિશ્વાસ છે. અને પ્રેમ એક એવું બંધન છે જે ખરેખર આનંદ અને ખુશીના મુક્ત ગગનમાં વિહરવાની સ્વતંત્રતા આપે છે. પ્રેમ એક વાર જેના માટે જાગે એના માટે માના માં એક પ્રકારનો આદર ભાવ જાગે છે, પ્રેમ ના પ્રાગટ્ય બાદ ઈશ્વરની નજીક હોવાની અનુભૂતિ આપણને થાય છે, પ્રેમ એવી વિભાવના છે જેની હાજરી માનવ મનને એક અનોખી સુવાસનો પરચો કરાવે છે.
પ્રેમ પ્રેમ ત્યારેજ કહેવાય જ્યારે એમાં કોઈ શરત ન હોય “unconditional લવ “, કોઈ બંધન ન હોય, આમ ન થાય તો પ્રેમ પ્રેમ ન રહેતા એક સ્વાર્થપૂર્ણ સંબંધ બનીને રહી જાય છે અને સ્વાર્થ સંતોષાતા જ નામશેષ થઈ જાય છે.
અંતે, રામલીલા ના “લાલ ઈશ્ક” સોંગ સાથે પોસ્ટ ની સમાપ્તિ કરીએ, its almost 1.00 am. પોસ્ટ ગમી હોય તો મિત્ર વર્તુળ માં શેર કરજો. અને હા કમેંટબોકસ માં કમેન્ટ કરવાની કૃપા કરજો.😊
પ્રેમ તમને કહેવા માગે છે કે, હું સાશ્વત છુ, અમર છુ, અવિનાશી છુ. “હું ગઈ કાલે હતો, આજે પણ છુજ અને આવતી કાલે પણ હોઈશ જ, છેલ્લા શ્વાસ સુધી અને હ્રદય ના છેલ્લા ધબકાર સુધી”