મરીના દ્રાક્ષની વેલ જેવા જ વેલા ભારતમાં થાય છે. ભારતના દક્ષિણના પશ્ચિમી વાટોમાં તથા મદ્રાસ, ત્રિચિનાપલી, મલબાર, કોંકણ જેવા પ્રાંતોમાં તથા પૂર્વમાં આસામ, કુચ બિહાર તથા દક્ષિણ-પૂર્વના સિંગાપુર વગેરે દ્વીપ ઉપર ખૂબ થાય છે.
નામ: મરી, मरीचिका, काली मिर्च, गोल मिर्च, black pepper, piper nigrum
પરિચય: મરી હરડેના વર્ગની અને લીંડીપીપરના કુળની વૃક્ષારોહી વેલનું ફળ છે. મરીના વૈલાને નાગરવેલનાં પાન જેવા ૫ થી ૭ ઈંચ લાંબા અને ર” થી ૫” પહોળાં, પીઠ ભાગે પાંચ શિરાઓવાળાં પર્ણો થાય છે. વૈલ ઉપર ઉનાળા માં નાનાં નાનાં, સફેદ, ભૂખરા રંગના થાય છે. વર્ષાકાળમાં વેલ પર ફળ (મરી) ગોળ ગોળ, ગુછામાં આવે છે. તે મરી કાચાં હોય ત્યારે લીલા રંગના, પાકે ત્યારે લાલ રંગના તથા સૂકાયેથી કાળા રંગનાં થાય છે. મરી અર્ધા પાકે ત્યારે તોડીને તેને સૂકવી લેવાય છે. તેને જ ‘કાળાં મરી’ કહે છે. આ મરી પાકયા પછી, તેને પાણીમાં પલાળી, તેની ઉપરનાં કાળાં છોડાં કાઢીને સૂકવી લેતાં, તેનાં ‘ધોળાં મરી’ બને છે. બજારમાં “અપ્રમાણિક” 😂 વેપારીઓ કાળા મરીમાં વાવડિંગ કે પપૈયાનાં સૂકાં બીનું મિશ્રણ કરી વેચે છે. ભારતમાં કાળાં મરી પાચક મસાલા દ્રવ્ય તરીકે પ્રાચીન સમયથી રોજિંદી અને પ્રાસંગિક વાનગી તથા ફરસાણમાં ખાસ વપરાય છે. ઉત્તર ભારતમાં તથા યુરોપાદિ દેશોમાં મરચાંની જગ્યાએ કાળાં મરી વપરાય છે. કાળાં મરી ભારતીય લોકોનું ખૂબ વપરાતું મસાલા તથા ઔષધ દ્રવ્ય છે. દરેક ભારતીયના ઘરમાં તે અવશ્ય હોય છે. આયુર્વેદનાં અનેક ઔષધોમાં તે અચૂક વપરાય છે.
ગુણધર્મો: સૂકાં કાળાં મરી સ્વાદ-રસે તીખાં, મધુર વિપાકી, જરા ગરમ, તીક્ષણ, શ, હળવાં, ઉત્તેજક, કુલિંકત, અવૃષ્ય, જઠરાગ્નિવર્ધક, દોષ છેદનાર, શોષક અને પિનકર્તા છે. તે વાયુ, કફ, કૃમિ, શૂળ, હૃધ્યરોગ, ઉધરસ, મારા, પ્રમેહ, હરસ, અજીર્ણ, પ્રમેહ, શરદી, મૂત્રકૃચ્છ અને નેત્રવિકારનાશક છે. મરી વાયુનું અનુલોમનકર્તા, મૂત્રલ, કફ બહાર કાઢનાર, આર્નવ જન્માવનાર, પરસેવો લાવનાર અને તાવ તથા નાડીની નબળાઈ મટાડે છે. લીલાં (કાચાં) મરી પાઉકાળે અને રસકાળે મધુર, તીખાં, કડવાં, સ્વાદુ, જરા ગરમ, ભારે, અપિત્તલ, જઠરાગ્નિવર્ધક, રોચક અને કફ, વાયુ, કૃમિ તથા ઉધ્યરોગનાશક છે, ધોળાં મરી તીખાં, ઓછાં ગરમ (સૌમ), રસાયન, અવૃષ્ય, જરાક રૂમ, સારક છે અને ત્રિદોષ, ખાસ કરી નેત્રરોગ, વિષ અને ભગત ભુવાઓ ભૂત ભગાવવા માટે કરે છે.
ઔષધિય પ્રયોગો: (૧) શીળસ : કાળાં મરીનું ચૂર્ણ ધીમાં કાલવી શીળસ પર લેપ કરવો અને થોડું તે ખાવું. (૨) ઉધરસ અર્ધા ગ્રામ પરી ચૂર્ણ મધ + સાકરમાં ચાટવું. (૩) વિષમજવર (મલેરિયા) તુલસીના રસમાં ચપટી મરી ચૂાર્ગ અને મધ મેળવી રોજ પીવું. (૪) સળેખમ દૂધ ગરમ કરી, તેમાં મરીની ભૂકી અને સાકર નાંખી પીવું. (૫) આધાશીશી (આયામીમી) ભાંગરાના રસમાં ચપટી ચૂર્ણ તથા થોડો ચોખાનો લોટ નાંખી, વાટીને તેનો કપાળે લેપ કરવો અથવા નગોડના રસમાં માપટી મરી પૂર્ણ નાંખી નસ દેવું. (૬) હિસ્ટીરિયા : નરણા કોઠે મોળા દહીંમા વજ અને મરીનું ચૂર્ણ ૨ થી ૩ ગ્રામ નાંખી રોજ પીવું. (૭) રતાંધળાપણું દહીંમાં મરી પસીને આંખમાં આંજવું. (૪) અતિનિંદ્રા: મધમાં મરીનું ચૂર્ણ.