Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

postpartum Depression પોસ્ટપાર્ટમ ડીપ્રેશન

Posted on November 18, 2023 By Rinkal Chaudhari No Comments on postpartum Depression પોસ્ટપાર્ટમ ડીપ્રેશન

પોસ્ટપાર્ટમ ડીપ્રેશન:-

બાળકના જન્મ પછી માતાને જે ડીપ્રેશન આવે તેને પોસ્ટપાર્ટમ ડીપ્રેશન કહેવાય છે.

લક્ષણ:-

  • બાળકના જન્મ પછી ૮૦% માતાઓમાં આ લક્ષણ જોવા મળે છે. ખાસ કરીને ડીલીવરી પછી ૨-૩ દિવસમાં આ લક્ષણ દેખાવાનું શરૂ થાય છે.

જેમાં નાની નાની વાતમાં રડું આવવું, ઉદાસીનતા, નાની નાની વાતમાં મૂડ બદલાવો, બાળકની સંભાળ નહિ લઇ શકીશ એવા વિચાર આવવા, બાળક માટે લગાવ નહિ થવો જેવા લક્ષણ દેખાવાનું શરૂ થાય છે.

  • તેને પોસ્ટપાર્ટમ બ્લુઝ અથવા બેબી બ્લુઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ડીલીવરી પછી માતાના શરીરમાં ઘણા બધા હોર્મોનલ બદલાવ આવે છે. હોર્મોન્સ જેવા કે estrogen (ઈસ્ટ્રોજન- જે તંદુરસ્ત ગર્ભાવસ્થા જાળવવામાં મદદ કરે છે.), progestron (પ્રોજેસ્ટેરોન – ગ્રભાશયને મજબૂત બનાવે છે), cortisol (કોર્ટીશોલ – શરીરના સ્ટ્રેસ રિસ્પોન્સને નિયંત્રણ માં લાવે છે) બહુ જલ્દી ઘટી જાય છે.
  • માતાને ડીલીવરી દરમ્યાન આવેલ સ્ટ્રેસ , દુખાવો વગેરેથી પણ પોસ્ટપાર્ટમ ડીપ્રેશનનાં લક્ષણ આવી શકે છે. ઉપરાંત બાળકની જવાબદારીનો પણ સ્ટ્રેસ હોય છે
  • ઈલાજ:-
  • માતાને પૂરતો આરામ આપવો જોઈએ.
  • આ સમયે પતિની જવાબદારી વધી જાય છે. તેણે માતાની ઊંઘ પૂરી થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
  • નાનું બાળક વારે વારે રળશે, રાતે દૂધ પીવા ઉઠશે જેના કારણે માતાની ઊંઘ પૂરી તો નહિ થઇ શકે પરંતુ જેટલી ઊંઘ લઇ શકે તેટલી લેવા દેવી તથા આરામ કરવા દેવું અને તે દરમ્યાન કુટુબના સભ્યો એ બાળકની જવાબદારી લેવી જોઈએ.
  • કુટુબના સભ્યો એ માતાને બાળકની દેખરેખ રાખવા માટે ટેકો આપવો જોઈએ. ઈમોશનલ સપોર્ટ આપવો જોઈએ. ઘણી વાર એવું થતું હોય છે બાળકની સંભાળ રાખવામાં માતાએ સ્નાન પણ નથી કર્યું હોતું,
  • માતા પોતાની કોઈ physical activity (કસરત) કરી શકે. પોષણયુક્ત આહાર લઇ શકે, પોતાનું ધ્યાન રાખે એ માટે સમય આપવો જોઈએ. આમ કરવાથી પોસ્ટપાર્ટમ ડીપ્રેશન (PPD)  ૨ અઠવાડિયામાં નાશ પામે છે.
  • પરંતુ અમુક માતાઓમાં આ લક્ષણ ૨ અઠવાડિયામાં પૂરા નથી થતા અથવા તો ગંભીર હોય છે.
  • જો માતાને ડીલીવરી પછી બહુ જ ઉદાસ લાગી રહ્યું છે, બાળકને જોવાનું મન પણ નથી થઇ રહ્યું,બાળક સાથે રમવાનું પણ મન નથી થઇ રહ્યું, બાળકને ધવડાવવાનું મન પણ નથી થઇ રહ્યું, રળવું વધારે આવી રહ્યું છે, ઊંઘ બરાબર નથી આવી રહી,  ચિંતા થવી, મનમાં એવા વિચાર આવવા કે બહુ ખોટું થઇ રહ્યું છે હવે હું બાળકનું ધ્યાન નહિ રાખી શકીશ તો એને પોસ્ટપાર્ટમ ડીપ્રેશન (PPD)  કહેવાય.
  •         આવું ત્યારે થઇ શકે જયારે માતાના કુટુંબનાં સભ્યો સહકારી નહિ હોય અને સપોર્ટ નહિ મળી રહ્યો હોય ત્યારે આવા કેસમાં પોસ્ટપાર્ટમ ડીપ્રેશન થવાની સંભાવના વધી જાય છે. ખાસ કરીને પતિનો સપોર્ટ બહુ જરૂરી હોય છે જે ન મળવા પર આ પ્રકારનું ડીપ્રેશન આવી શકે છે.
  •         પોસ્ટપાર્ટમ ડીપ્રેશન વિષે જાણવું બહુ જરૂરી છે કારણ કે તેનો અસર માતા પર તો પડે જ છે પરંતુ બાળક પર પણ પડે છે. જો કોઈ મહિલાને પોસ્ટપાર્ટમ ડીપ્રેશન થઇ ગયું હોય તો એ બાળકનું ધ્યાન નહિ રાખી શકશે. તથા માતાનું દૂધ ઓછું થઈ જવાની સંભાવના પણ રહેલી છે.
  •         જો પોસ્ટપાર્ટમ ડીપ્રેશનનાં લક્ષણ જોવા મળે તો માતાને દોષ ન દેવો જોઈએ. ઘણી વાર ભારતમાં કુટુંબમાં માતા પર જ બધો દોષ લાદી દેવામાં આવે છે. માતા બાળકને ઠીકથી ખાવા નથી દેતી , બાળકનું ધ્યાન નથી રાખતી, બસ આરામ કરવા માંગે છે, માતા એ બરાબર ચાવીને નહિ ખાધું એટલે બાળકને પેટમાં દૂખે છે એવી વાતો કહેવામાં આવે છે જે પોસ્ટપાર્ટમ ડીપ્રેશનનાં લક્ષણમાં હજી વધારો કરી શકે છે.
  •         માતાને ટોણાની નહિ પરંતુ મદદની જરૂર હોય છે. માતાને સારવારની જરૂર હોય છે. સારવાર ૨ રીતે થઇ શકે છે. જેમાં ક્યાં તો દવા આપવામાં આવે છે અથવા  માતાનું કાઉન્સેલિંગ (પરામર્શ- વાતચીત દ્વારા ઉપચાર) કરવામાં આવે છે.
  •         ડીલીવરી પછી માતાને દવા બહુ સમજી વિચારીને આપવી પડે છે કારણ કે માતા બાળકને ધાવણ કરાવી રહી હોય છે. માતા કોઈ પણ દવા ખાસે તે થોડા ઘણા અંશે તો ધાવણમાં આવશે જ જેના દ્વારા બાળકમાં જશે. તો કેટલીક દવાને સલામત માની શકાય અને કેટલીક દવાને સલામત ન માની શકાય. પરંતુ સામાન્ય રીતે આ દવા નુકશાન નથી કરતી કારણ કે ડોક્ટર દવા ખાવાથી શું નુકસાન થશે એ વિચારીને નિર્ણય લઈને દવા આપે છે.
  •         કાઉન્સેલિંગને Cognitive Behavioral Therapy પણ કહેવાય છે.

  • કાઉન્સેલિંગ માં સમજ આપવામાં આવે છે કે માતા અત્યારે શારીરિક ઠીક નથી અનુભવી રહી, માનસિક પણ ઠીક નથી અનુભવી રહી. મનોચિકિત્સક ને બતાવવું જરૂરી છે. પોસ્ટપાર્ટમ ડીપ્રેશનને અવગણવું ન જોઈએ.
  •         અમુક કેસમાં માતાને Postpartum Psychosis (પોસ્ટપાર્ટમ મનોવિકૃતિ) થઇ જતું હોય છે. જેમાં માતાને કાનમાં બધા અવાજ સાંભળવા લાગે છે, આભાસ થવા લાગે છે. કોઈ વાર માતાને એવું લાગે છે કે બાળક મૃત પેદા થયું છે , બાળકને કોઈ ઉઠાવી લઇ ગયું છે, બાળકને બીજા કોઈને આપી દેવામાં આવ્યું છે અથવા આ બીજા કોઈનું બાળક છે. કોઈ માતાને એવો અભાસ થાય છે કે જોડિયા બાળકો આવ્યા હતા એક બાળક કોઈને આપી દીધું અને બીજું બાળક મને આપ્યું. આવા કેસમાં માતા હિંસક અને આક્રમક પણ થઇ શકે છે. જેમાં તે બાળકને નુકસાન પહોચાડી શકે છે અને પોતાને પણ નુકસાન પહોચાડી શકે છે. આવા કેસમાં કોઈ વાર બાળકને માતાથી અલગ રાખવામાં આવે છે જેથી બાળક સલામત રહે .
  •         આમ ડીલીવરી પછી એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે ખાલી શારીરિક બદલાવ જ નથી આવતા પરંતુ માનસિક બદલાવ પણ આવે છે જેને ઓળખવા જોઈએ જેથી માતા અને બાળકનું ધ્યાન રાખી શકાય.
Uncategorized

Post navigation

Previous Post: ભગવાન શિવના તેજનું અનાવરણ: ધનદીપ
Next Post: મેથી Fenugreek

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010899
Users Today : 6
Views Today : 15
Total views : 31557
Who's Online : 0
Server Time : 2025-07-14

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers